Saturday, October 12, 2024
HomeGujaratવાંકાનેર : માટી ભરેલ ટ્રક પુલ ઉપર ચલાવવા બાબતે બઘડાટી, સાત શખ્સો...

વાંકાનેર : માટી ભરેલ ટ્રક પુલ ઉપર ચલાવવા બાબતે બઘડાટી, સાત શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ કાનાભાઇ મુંધવા (ઉ.વ.૨૩ ધંધો-ડ્રાઇવીંગ રહે-લુણસર ધોળાકુવા તા-વાંકાનેર) એ આરોપીઓ મગાભાઇ હનાભાઇ સાટીયા, જેસાભાઇ મગાભાઇ સાટીયા, હીટાચી મશીનના ડ્રાઇવર, દામાભાઇ મગાભાઇ સાટીયા, મફાભાઇ ગેલાભાઇ, હરીભાઇ દેવાભાઇ , જગાભાઇ ભુરાભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા.૧૭ ના રોજ બપોરના બાર સાડા બારેક વાગયાથી દોઢ બે વાગ્યા દરમ્યાન લુણસર ગામની સીમ ધોળાકુવા વિસ્તારમાં ફરીયાદીએ આરોપી મગાભાઈ,જેસાભાઈ અને હિટાચી મશીનનાં ડ્રાઈવરને માટી ભરી ટ્રક પુલીયા ઉપર ચલાવવાની ના પાડતા ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદી તથા સાથેના કાનાભાઇને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી મગાભાઈ અન્ય આરોપીઓ સાથે આસરે દોઢેક કલાક બાદ સફેદ બોલેરો જીપમાં આવી ફરીયાદીને પાઇપ વડે માથામાં માર મારી ઇજા કરી તેમજ સાથેનાં કાનાભાઇને પાઇપ વડે માર મારતા ડાબા હાથમા કોણીમા ફેકચર કરી તેમજ સાથેના મોહનભાઇ તથા ભવાનભાઇને મુંઢ ઇજા કરી મોટરસાઈકલમાં નુકશાન કર્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!