Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : મકતાનપર ગામે આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય બાબતે મહિલા હેલ્થ ઓફિસરને ફડાકા...

વાંકાનેર : મકતાનપર ગામે આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય બાબતે મહિલા હેલ્થ ઓફિસરને ફડાકા મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના મકતાનપર પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હીનાબેન શાંતીલાલ પરમારએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે આરોપી સવશીભાઇ મોહનભાઇ (રહે. માટેલ તા. વાંકાનેર) વાળા માથાના દુખાવાની દવા લેવા આવતા હીનાબેને દવા આપી હતી પરંતુ આરોપી સવશીભાઈએ આ દવા નહીં બીજી દવા આપો તેમ જણાવતા ફરીયાદીએ માથાના દુખાવા માટે આ દવા જ આવે તેમ જણાવતા આ કામના આરોપી ઉશ્કેરાઇ જઇ ઉંચા અવાજે બોલી ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો નહી બોલવા અને શાંતીથી વાતચીત કરવા જણાવતા આરોપીએ ફરીયાદીને બે ફડાકા મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવના ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સવસીભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૮૬, ૩૫૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!