વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં વાડી માલિક દ્વારા વાડી ફરતે બાંધવામાં આવેલા ઝાટકાના તારના શૉર્ટથી એક ગાયનું મોત નિપજ્યાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા ગાયના માલીક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વાડી માલિક સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના ભરવાડપરા ટાંકીવાળી શેરીમાં રહેતા કાળુભાઈ દાનાભાઈ ગમારા ઉવ.૨૮ ગત તા.૨૩/૦૮/૨૦૨૫ ના રોજ પોતાની ગાય લઈને વીડી ભોજપરાની એકલધાર સીમ તરફ ગયા હતા. જ્યાં વાડી માલિકે વાડીના ફરતે બાંધવામાં આવેલા ઝાટકાના તારનો શૉર્ટ લાગતાં ગાયનું કરૂણ મોત થયું હતું. ત્યારે વાડી માલીકની બેદરકારીને હિસાબે ગાયનું મૃત્યુ નિપજ્યા અંગે માલધારી કાળુભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી વાડીના માલીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે