વાંકાનેર તાલુકાના માહિકા ગામ નજીક હાઇવે પર ડિવાઇડરમાં ઝાડોને પાણી પાતી વખતે એક ટેન્કરની પાછળ આઇસર વાહન જોરથી અથડાતા, આઇસર ગાડીના ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ વાજબેર તાલુજ પોલુસે ટેન્કર ચાલકની ફરિયાદને આધારે મૃતક આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી જીતેન્દ્રસિંહ માનસિંહ જાડેજા ઉવ.૪૧ રહે. વાંકાનેર પરશુરામ પોટરી સામેની શેરી મૂળ વતન ભાતેલ, જી. દેવભૂમિ દ્વારકા વાળા વિજયલક્ષ્મી કન્ટ્રકશન (વિશાખાપટનમ) હેઠળ નકુલભાઇ આહિરની માલિકીનું જીજે-૧૨-બીવાય-૯૦૪૭ નંબરનું ટેન્કર ટ્રક ચલાવે છે. તેઓ વાંકાનેરના વઘાસીયા ટોલટેક્ષ હદ વિસ્તારમાં હાઇવે ડિવાઇડરમાં ઝાડવાઓને પાણી પાવાનું કામ કરે છે. ત્યારે ગઈ તા.૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે સાડા આઠેક વાગ્યે તેઓ નિયમિત કામગીરી માટે ટોલટેક્ષ વિસ્તારમાં પહોચ્યા હતા. સવારે ટેન્કરમાં પાણી ભરી તેઓ હાઇવેના ૨૦૨થી ૧૯૦ ચેનલ સુધીના ડિવાઇડરમાં પાણી પાવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વાંકાનેરના માહિકા ગામ નજીક બપોરે ત્રણેક વાગ્યે અચાનક પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવતા આઇસર ટ્રક રજી.નં. જીજે-૦૧-ડીયુ-૧૫૯૭ના ચાલક વિપુલભાઈ સરવણભાઈ રાઠોડ (રહે. જસદણ) વાળાએ ટેન્કરના પાછળના ભાગે પોતાના હવાલા વાળું વાહન અથડાવતા આઇસરની કેબીનમાં ચાલક વિપુલભાઈ ફસાઈ ગયા હતા, તતારે સ્થાનિકોએ આઇસર ચાલક વિપુલભાઈને ડ્રાઇવર કેબિનમાંથી બહાર કાઢી સારવારમાં ૧૦૮માં રવાના કર્યા હતા, જેઓને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ ૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. સનાગર અકસ્માતમાં મૃત્યુના આ બનાવ બાબતે ટેન્કર ચાલકની ફરિયાદને આધારે પોલીસે મૃતક આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.