વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે વાડી-ખેતરમાં માલઢોર ચરાવવાના વિવાદને કારણે ગામના બે જૂથોમાં ઝપાઝપી થઈ હતી. જેમાં ૧૭ જેટલા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ધારીયા, લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાલ વાડી-માલીકની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે કુલ ૧૭ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
વાંકાનેરના રાણેકપર ગામે રહેતા અલ્તાફભાઈ હુશેનભાઈ માથકીયા ઉવ.૪૨એ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ આરોપીઓ (૧)છગનભાઇ હીરાભાઇ ગીંગોરા, (૨)છગનનો દીકરો, (૩)ગોપાલભાઇ સીધાભાઇ ગીંગોરા, (૪)છેલાભાઇ સીધાભાઇ ગીંગોરા, (૫)મંગાભાઇ હીરાભાઇ ગીંગોરા, (૬)વિષ્ણુભાઇ મોનાભાઇ મુંધવા, (૭)વીરમ જેમાભાઇ મુંધવા, (૮)ભુપતભાઇ ગેલાભાઇ મુંધવા, (૯)નારૂભાઇ સામતભાઇ મુંધવા, (૧૦)સંજયભાઇ ભગાભાઇ મુંધવા, (૧૧)મયાભાઇ રૈયાભાઇ ડાભી, (૧૨)ભાવેશભાઇ ગેલાભાઇ મુંધવા, (૧૩)રવીભાઇ ગેલાભાઇ મુંધવા, (૧૪)પ્રવીણભાઇ છેલાભાઇ મુંધવા, (૧૫)વિહાભાઇ પુનાભાઇ મુંધવા, (૧૬)નવધણભાઇ પુનાભાઇ મુંધવા તથા (૧૭)મોનાભાઇ ભુવાનો ભાણેજ રહે.બધા રાણેકપર તા.વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા. ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ સાંજના આશરે ૪ વાગ્યાના અરસામાં આરોપી છગનભાઈ હીરાભાઈ ગીંગોરા અને તેના દીકરાએ સાથે મળી ફરીયાદીની વાડીમા ઘૂસી તેના માલઢોરાઓને કપાસના પાકમાં ચરાવ્યા હતા. અને ઉભા પાકને નુકસાન પહોચાડ્યું હતું, જ્યારે ફરીયાદીએ તેનો વિરોધ કર્યો ત્યારે આરોપીઓ સાથેના અન્ય ૧૫ જેટલા સાથીઓએ મળી બોલાચાલી કરી અને બાદમાં ગેરકાયદેસર મંડળી રચી ધારીયા, લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન ફરીયાદી તથા અન્ય સાક્ષી સાહેદોને માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ હુમલા દરમ્યાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પંચાયત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









