Sunday, August 10, 2025
HomeGujaratવાંકાનેર: કેરાળા ગામ નજીક બાઇક સવાર પિતા-પુત્રીને નડ્યો અકસ્માત, પિતા ઘાયલ, ૧૧...

વાંકાનેર: કેરાળા ગામ નજીક બાઇક સવાર પિતા-પુત્રીને નડ્યો અકસ્માત, પિતા ઘાયલ, ૧૧ વર્ષીય પુત્રીનું કરૂણ મોત

વાંકાનેર હાઇવે ઉપર કેરાળા ગામ નજીક રોડ ઉપર અચાનક વળાંક લેતા લોખંડની એંગલોથી ભરેલ ટ્રેક્ટરના પાછળ મોટર સાયકલમાં આવતા પિતા-પુત્રી ટ્રેક્ટરમાં ભરેલ એંગલો સાથે અથડાયા હતા, જે અકસ્માતમાં બાઇક સવાર પિતાને મૂંઢ ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટર સાયકલમાં આગળ બેસેલ ૧૧ વર્ષીય પુત્રીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, રવાજકોટ આજીડેમ ચોકડી ભીમરાવનગર શેરી ૨૦ માં રાગેટ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના સરોડી ગામના વતની મનુભાઇ આંબાભાઇ ચાવડા ઉવ.૩૩ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ટ્રેક્ટર રજી.નં.જીજે-૦૩-ઈએ-૦૧૫૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૫/૦૮ના રોજ સવારે ફરિયાદી મનુભાઈ તથા તેમની દિકરી દર્શીતા ઉવ.૧૧ વાળીને પોતાની આગળ બેસાડી પોતાના મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-ડીએમ-૯૪૬૩ લઇને પોતાના ગામ તરફ નેશનક હાઇવે ઉપરથી જતા હતા તે દરમ્યાન કેરાળા ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રેક્ટર વાળાના ચાલકે પોતાના ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડની ઇંગલોને બહાર કાઢી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક વંણાક લેતા મોટરસાયકલ ટ્રોલી બહાર નીકળેલ ઇંગલો સાથે અથડાતા મનુભાઈને શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી તથા દિકરી દર્શીતાને માથાના ભાગે ઇજાઓ થતા તેણીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ ટ્રેક્ટરનો ચાલક પોતાનુ ટ્રેક્ટર મુકી નાશી ગયો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!