વાંકાનેરમાં નવા રાજા વડલા ગમે જવાના માર્ગ ઉપર રેલ્વે ગરનાળા બાજુમાં વાડીની બાજુમાં ખુલ્લા ખરાબામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિના જુગારની મજા માણી રહેલા મુકેશભાઇ ભોગીલાલ શાહ ઉવ.૫૯ રહે.જીનપરા વાંકાનેર, રફીકભાઇ અબુભાઇ કાફી ઉવ.૪૦ રહે.ખોજાખાના શેરી ગ્રીનચોક વાંકાનેર, પ્રવિણભાઇ મૂળજીભાઇ ગેડીયા ઉવ-૪૯ રહે.આંબેડકર નગર શેરી નં-૦૩ વાંકાનેર, જયેશભાઇ ઉર્ફે ભુરાભાઇ હરગોવીંદભાઇ મજેઠીયા ઉવ-૪૯ રહે.આંબેડકર નગર શેરી નં-૦૩ વાંકાનેર તથા મહમદભાઇ કરીમભાઇ લાખા ઉવ-૩૧ રહે.લક્ષ્મીપરા મેઇન રોડ વાંકાનેર વાળાની રોકડા રૂ.૧૬,૭૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં વાંકાનેર સીટી પોલીસ તેને સફળતા મળી છે. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.