Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : જોધપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ત્રણ ફરાર થયા

વાંકાનેર : જોધપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ત્રણ ફરાર થયા

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં પાણીની કેનાલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે જોધપર ગામની સીમમાં પાણી કેનાલ પાસે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા મનોજ ઉર્ફે નદી ભાણજી ટમારીયા (રહે.વાંકાનેર), અશ્વિન ઉર્ફે અશોક નાથા જોગરાજીયા (રહે.જોધપર તા. વાંકાનેર) , સિકંદર ઉર્ફે સીકો અબ્દુલ અજીજ ખાન (રહે.પાજ તા. વાંકાનેર) , દિનેશ પ્રેમજી રોજાસરા અને સંજય ખીમજી સરવૈયા (રહે બંને ગારીયા) એમ પાંચ આરોપીને ઝડપી લઈને તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧૦,૧૫૦/- બે મોટરસાયકલ કિંમત રૂ. ૫૦,૦૦૦/- સહીત કુલ રૂ. ૬૦,૧૫૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમ્યાન આરોપી રણછોડ મેહુલ મુંઘવા (રહે.ભાટિયા સોસાયટી),રાઘવ ભરત મકવાણા (રહે.ભાટિયા સોસાયટી વાંકાનેર) અને જયંતી નરશી પાડલીયા (રહે.હોલમઢ તા.વાંકાનેર) વાળા નાસી ગયા હતા વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!