વાંકાનેરમાં પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં ફોટા પાડતા રાજકોટના યુવક ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકને ઢીકા પાટુનો માર મારી લાકડી ફટકારવામાં આવી હતી, ત્યારે ભોગ બનનાર દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ માધાપર ચોકડી પાસે મનહરપુર-૧ માં રહેતા પરેશભાઈ લખભાઈ પરેશા ઉવ.૨૨ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા તથા તેની સાથે આવેલ બે અજાણ્યા માણસો રહે બન્ને પેડક સોસાયટી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા. ૨૧/૦૫ ના રોજ ફરીયાદી પરેશભાઈ તથા તેની સાથેના સાહેદો વાંકાનેર પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ફોટા પાડતા હોય જે ઉપરોક્ત આરોપીઓને સારુ નહિ લાગતા, જે બાબતે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી ઝઘડો ચાલુ કર્યો હતો, જે બાદ આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ઢીકાપાટૂનો માર મારી, લાકડીથી વાસામા પાછળના ભાગે માર મારી સામાન્ય મુંઢ ઇજા પહોચાડી હતી, ત્યારે વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.