Wednesday, December 7, 2022
HomeGujaratવાંકાનેર : નવાપરામાં સામાન્ય બાબતે બે મહિલાએ માતા-પુત્રને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : નવાપરામાં સામાન્ય બાબતે બે મહિલાએ માતા-પુત્રને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાજલબેન હસમુખભાઇ વીંજવાડીયા (ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ રહે.નવાપરા શેરી નં.૦૩ વાંકાનેર) એ આરોપીઓ હકુબેન દેવજીભાઇ સારલા, કાજલબેન દેવજીભાઇ સારલા (રહે.બન્ને નવાપરા રામજી મંદીર વાળી શેરી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૯ ના રોજ સાંજના સાત સવા સાતેક વાગ્યાના સુમારે ફરીયાદીના સસરા પાસે આરોપી હકુબેનનાં પતિ ઘેર બેસવા આવતા જતા હોય જે આરોપીઓને સારુ નહિં લાગતા જેનો ખાર રાખી ફરિયાદી શેરીમાંથી નીકળતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી તેમજ આરોપી હકુબેને લાકડાના ધોકા વતી એક ઘા ફરિયાદીના માથામાં કપાળથી ઉપરના ભાગે મારી ઇજા કરી તથા આરોપી કાજલબેને ફરિયાદી સાથે ઝપાઝપી કરી તથા ફરિયાદીના દીકરાને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!