વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક આવેલ જેટ સીરામીકમાં રહેતા મૂળ બિહારના વતની એવા ૨૫ વર્ષીય યુવક બિશ્વજીત સુધીરચંદ્ર ઘોષને પગે અપંગતા હોય તેમજ હાલ આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે વધુ કામ કરી ન શકતો હોય અને વતનમાં પૈસા પણ મોકલવાના હોય જેથી માનસિક તણાવમાં આવી જઈ ટ્રેઈન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્ટર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.