વાંકાનેરના હસનપર બ્રિજના સર્વિસ રોડ બાજુમાં ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ ઇસમને રોકી વાંકાનેર સીટી પોલીસ ટીમે તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/-મળી આવી હતી. જેથી આરોપી ચેતણભાઈ દેવજીભાઈ મકવાણા ઉવ.૩૨ રહે. મીલ પ્લોટ સ્વપ્નલોક સોસાયટી વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.