વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર મજૂર મૂળ મધ્યપ્રદેશના વતની ૧૮ વર્ષીય મુંનાભાઈ કમલસીંગ ભુરીયાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝના લેબર કોલોનીના રૂમમાં રહેતા મૂળ બાલસામુન્ડ ટેબલા તા.રાજપુર મધ્યપ્રદેશના રહેવાસી મુનાભાઈ કમલસીંગ ભુરીયા ઉવ.૧૮ છેલ્લા કેટલાક સમયથી પોતાના વતનમાં પાછા જવા ઈચ્છતા હતા પરંતુ ત્યાં રોજગારીના અભાવે તે કામ છોડીને જઈ શકતા ન હતા. આ દરમિયાન છેલ્લા બે દિવસથી મુનાભાઈ પેટના દુખાવાથી પરેશાન હતા જેથી આ બધા કારણોથી આખરે કંટાળી જઈને ગઈકાલ તા.૦૬/૧૨ના રોજ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં મળેલ પ્રાથમિક વિગતોને આધારે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.