ભારતમાં મોટર વ્હીકલ એક્ટ માં કાયદાની દ્રષ્ટિએ વાહનોમાં કાળા કાચ રાખવા એ ગુનો બને છે જેનું દરેક લોકો પાલન કરે છે અને અમુક લોકો પાલન નથી કરતા તેમને દંડ અથવા વાહન જપ્તી કરવા સુધીની કાર્યવાહીનો સામનો પણ કરવો પડે છે પરન્તુ વાંકાનેર ના મામલતદાર ની સરકારી ગાડીમાં કાળા કાચ જોઈને એવુ લાગી રહ્યું છે કે કદાચ મામલતદાર આરટીઓ ના નિયમોથી અજાણ હશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૨ના એક કેસમાં ડાર્ક ફિલ્મ કોઈ પણ રીતે કાયદેસર નથી એવો ચુકાદો આપ્યો હતો અને ફક્ત વીઆઇપી અને વિવિઆઇપી અને તે પણ જેમને z અને z પ્લસ સુરક્ષા મળી હોય તેમને જ આ નિયમ માંથી છૂટછાટ આપવામાં આવી હતી: સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર વાંકાનેર મામલતદાર પાસે z કે z પ્લસ કેટગરીની સુરક્ષા પણ નથી.
જેમાં મોરબી મિરર દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવતા કલેકટર કચેરીમા એક કાળા ડિબાંગ કાચ ધરાવતી GJ-3-G-1852 નંબર વાળી કારના ટોપ પર લાઈટ વાળી સરકારી બોલેરો કાર જોવા મળી હતી જેની તસવીરો મોરબી મિરર ના કેમેરામેન દ્વારા લેવામાં આવી હતી જોકે ગાડીમાં કોણ બેઠું હતું એ ખબર પડી ન હતી કેમ કે કાચ માં જોવામાં આવતા કાળા કલર સિવાય કંઈ દેખાતું ન હતું જેથી આ કાળા કાચ વાળી સરકારી ગાડીના પાછળ ના ભાગે જોતા તેમાં “વાંકાનેર મામલતદાર” લખેલ જોવા મળ્યું હતું જેથી ત્યારે એ સાબિત તો થયું કે આ કાળા ડિબાંગ કાચ વાળી સરકારી ગાડી વાંકાનેરના મામલતદાર સાહેબની હશે તો જ આટલા કાળા કાચ વાળી કાર કલેક્ટર કચેરીના પ્રાંગણ માં પહોંચી શકી હોયને જેથી હવે મામલતદાર સાહેબ ને સવાલ એ કરવો રહ્યો કે તેઓને આરટીઓઓના નિયમોની ખબર નથી કે પછી નિયમોનો ઉલાડીયો કરવાના વિચારથી આટલી બ્લેક ફિલ્મ વાળા કાચ રાખવામાં આવ્યા છે.? હવે મામલતદાર આ સવાલનો જવાબ આપે અને કાળા કાચ મામલે યોગ્ય ખુલાસો આપે એની રાહ જોઈ રહ્યા છીએ.