વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે માટેલથી સરતાનપર ગામ જવાના રસ્તે ચોકડી ઉપર ખરાબાની જમીનમાં રેઇડ કરી હતી, જ્યાં બાવળની કાંટમાં છુપાવી રાખેલ ગોડફાધર બિયર ટીન ૬ નંગ કિ.રૂ.૬૦૦/-સાથે આરોપી અશ્વિનભાઈ ઉર્ફે ભુરો મેહુલભાઈ બાંભવા ઉવ.૨૩ રહે. માટેલ ગામ તા.વાંકાનેર વાળાની અટક કરવામાં આવી છે, આ સાથે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે