વાંકાનેર તાલુકા પોલીસ નવા ઢુંવાથી લાકડધાર ગામ જવાના રસ્તે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખરાબાની જમીન પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી અરવિંદભાઈ બાબુભાઇ અણીયારીયા ઉવ.૧૯ રહે. લાકડધાર તા.વાંકાનેર વાળાની અંગઝડતી કરતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની ૨ નંગ બોટલ કિ.રૂ.૨,૮૦૦/-મળી આવતા, તુરંત આરોપીની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.