વાંકાનેર ટાઉનમાં જીનપરામાં રહેતા વિનોદભાઇ ધનજીભાઇ ધામેચા દરજી (ઉવ.૫૪) ને બીપી તથા ડાયાબીટીસની બીમારી હોય જે કારણે તા.૦૧/૦૭/૨૦૨૫ના રાત્રીના સાડા નવ દસ વાગ્યે ઉલ્ટી, ઉધરસ તથા શ્વાસ ચડી જતા બેભાન થઈ ગયા હતા, ત્યારે પરિવારજનો તેમને પ્રથમ સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન વિનોદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે અ. મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે