વાંકાનેરના સરતાનપર ગામ નજીક સેન્સો ચોકડી નજીક આવેલ નિધિ માઇક્રોન સીરામીક ફેક્ટરીમાં જૂનું બાંધકામ તોડતી વેળા દીવાલ પડવાથી દીવાલ નીચે દબાઈ ગયેલ મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ નિધિ માઇક્રોન સીરામીકમાં રહેતા ચંદન બજરંગી કશ્યપ ઉવ.૨૧ને માથામાં ગંભીર ઇજા થવાને લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોતને ભેટેલા મૃતક ચંદન કશ્યપના મોત અંગે અ.મોત રજી. કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.