વાંકાનેરમાં આંબેડકરનગર શેરી નં.૪ માંથી સગીરને એકટીવા મોપેડમાં વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂની હેરાફેરી કરતા વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધો હતો, આ સાથે આ દેશી દારૂ આપનાર તથા દેશી દારૂના વેપારમાં સંડોવાયેલ એક મહિલા સહિત ત્રણના નામ ખુલતા, પોલીસે એકટીવા તથા દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સીટી પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આંબેડકરનગર શેરી નં. ૪ માંથી એકટીવા રજી.નં. જીજે-૩૬-એએચ-૮૯૮૧ લઈને પસાર થતા ચાલકને રોકી એકટીવા મોપેડની તલાસી લેતા તેમાંથી ૧૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જે બાદ તુરંત કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટક કરી હતી, ત્યારે પકડાયેલ કિશોરની પૂછતાછમાં દેશી દારૂના વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ દિનેશભાઇ હરીભાઇ ચાવડા, મુનાભાઇ સારેશા રહે.બંને આંબેડકરનગર વાંકાનેર તથા મરીયમબેન ઉર્ફે મમુબેનના નામની કબુલાત આપતા, પોલીસે એકટીવા તથા દેશી દારૂ સહિત ૪૭,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.