વાંકાનેરમાં રાણેકપર ગામ નજીક બાઇક આડે જાનવર ઉતરતા મિત્રના બાઇક પાછળ બેસીને જઈ રહેલા ૧૫ વર્ષીય સગીરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ જારી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મરણજનાર દીપક ઉર્ફે દીપુ રણજીતભાઇ સાગઠીયા ઉવ.૧૫ રહે. જુના ઢુવા તા. વાંકાનેર વાળો અને તેનો મિત્ર કીશનભાઇ બન્ને જણા ગઈ તા.૨૭/૦૮ના રોજ રાત્રીના સમયે મોટર સાયકલ લઇ ઘરે પરત આવતા હોય અને કીશન મોટર સાયકલ ચલાવતો હોય અને મરણજનાર મોટર સાયકલ પાછળ બેઠેલ હોય ત્યારે વાંકાનેરના રાણેકપર ગામે બાપા સીતારામની મઢુલી પાસેથી નેશનલ હાઇવે તરફ જવાના રસ્તા ઉપર મોટરસાયકલ આડે કોઈ અજાણ્યુ જાનવર આડુ ઉતરતા, જાનવર મોટર સાયકલ સાથે ભટકાતા બન્ને જણા મોટર સાયકલ સહીત રોડ પર નીચે પડી જતા મરણજનાર દિપક ઉર્ફે દિપુને માથાના ભાગે ગંભીર ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન તા.૩૦/૦૮ના રોજ મરણ જતા વાંકાનેર સીટી પોલીસે આ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.