વાંકાનેરના લોકોની સુખાકારી માટે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીએ વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસરને ત્રણ પત્ર લખ્યા હતા અને જરૂરી માંગણીઓ કરી સરકાર દ્વારા તાંત્રિક મંજુરી મળી ગઈ છે. વહીવટી મંજુરી મળી ગઈ છે. તેવા અધુરા કામો વહેલી તકે પુરા કરાવામાં આવે તેવી માંગણી કરી હતી.
ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વાંકાનેરના લોકોની સુખાકારી માટે વાંકાનેરથી જડેશ્વર જતા રોડ ઉપર એસ.આર.પંપથી નગરપાલીકા હદ વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ વોટર રોડની પહોળાઈ વધારવાનું કામ, ડિવાઈડર બનાવાનું કામ,ઇલેટ્રીક પોલ્સ ઉભા કરી લાઈટ ફિટીંગ કરવાનુંકામ તથા મામલતદાર ઓફિસથી અમરસર ફાટક સુધી સોલાર ઈલેક્ટ્રીક પોલ્સ અને લાઈટ નાખવાનું કામ તેમજ જીનપરા હાઈવે જકાતનાકાથી અમરસિંહજી હાઈસ્કુલ પાસે આવેલ નાલા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ તેના ઉપર પેવિંગ બ્લોક કરવાનાં કામો ઝડપથી થાય અને વાંકાનેરના લોકોની સુખાકરીમાં વધારો થાય. તે માટે વાંકાનેર પેડકથી રાતીદેવળી રોડને ડબલ લાઈન કરી સ્ટ્રીટ લાઇટ નાખવી, તેમજ હાઈવે વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાય છે. ત્યા પાઈપ લાઈન દ્વારા પાણીનો નિકાલ કરી આ કામોના પ્લાન એસ્ટીમેન્ટ બનાવી કામો તાત્કાલીક શરૂ કરવા મારી અંગત ભલામણ કરી હતી.
ધારાસભ્યે તેના અન્ય પત્રમાં જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરમાં જે કામોની તાંત્રિક મંજુરી મળી ગઈ છે. વહીવટી મંજુરી મળી ગઈ છે. તેવા અધુરા કામો જેવા કે બગીચા. તેમજ ૫૮ + ૫૪ રસ્તાના કામો, તેમજ પેડકમાં આવવા-જવાનો નાનો પુલ,પોલિસ સ્ટેશન પાસે આવવા-જવા માટેનુ નાલુ, તેમજ મિલ પ્લોટનાં જે રસ્તાની કામગીરી અધુરી છે. તે કામો પુરા કરવા અને વાંકાનેર શહેરમાં વિકાસના કામો ઝડપથી શરૂ થાય તે માટે અંગત ભલામણ કરેલ છે.
ત્રીજા પત્રમાં જણાવવા આવ્યું હતું કે, વાંકાનેર શહેરમાં અગાઉ જેમ લોકોને નિયમિત પાણી મળતુ હતુ. પણ હવે અઠવાડીયોમાં એક જ વાર પાણી મળે છે. આથી નળ સે જલ યોજના અંતર્ગત લોકોને એકાંતરે નિયમિત પાણી મળે તેવી કામગીરી ઝડપથી કરવા માટે ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી દ્વારા અંગત ભલામણ કરવામાં આવી છે.