રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની 68 નગરપાલિકા પર મતદાન થયું હતું. આ તમામ 68 નગરપાલિકાનુ ચિત્ર હાલ સ્પષ્ટ થઈ ગયું છે. તેમાથી મોટાભાગની નગરપાલિકાઓ ભાજપના કબજામાં રહી છે. ત્યારે ચુંટણી પુરી થતાંની સાથે જ વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામથી સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્ચર મંદિર સુધી રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામથી સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્ચર મંદિર સુધી ડામર (એપ્રોચ) રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદહસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પુર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઅઈ મઢવી, કોઠારીયા ગામનાં સરપંચ આંબાભાઈ કોબીયા, કોઠારીયા ગામનાં પુર્વ સરપંચ કીશોરસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલિકાનાં કાઉન્સિલર રમેશભાઈ વોરા, કાંતિભાઈ કુંઢીયા સહિત બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.