વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ગાંગીયાવદર ગામની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં સિંધાવદર ગામ ખાતે ધારાસભ્યના હસ્તે ગાત્રાળનગર ખાતે સ્મશાનના મોટા કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ગાંગીયાવદર ગામની મુલાકાત લઈને લોક પ્રશ્નો સાંભળી પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી હતી.
વાંકાનેર કુવાડવા ના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સિંધાવદર ગામ ગાત્રાળ નગર સ્મશાનમાં મોટા કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં યુસુફભાઈ શેરસીયા અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જે કાર્યક્રમ દરમિયાન આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વાંકાનેર તાલુકાનાં ગાંગીયાવદર ગામની મુલાકાત પણ ધારાસભ્ય દ્વારા લેવામાં આવી હતી. જે ગામ ખાતે લોક પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ગામજનોને ખાતરી આપી હતી.