Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : ઢુવા ઓવરબ્રિજ નજીકથી પિસ્તોલ સાથે એકને પકડી પાડતી મોરબી એલસીબી

વાંકાનેર : ઢુવા ઓવરબ્રિજ નજીકથી પિસ્તોલ સાથે એકને પકડી પાડતી મોરબી એલસીબી

મળતી માહિતી મુજબ ગઈકાલે એલસીબી ટીમના પૃથ્વીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેર અરુણોદય સોસાયટીમાં રહેતો ગીરીરાજસિંહ ગફલસિંહ ચાવડા(ઉ.વ.૩૦) હાલ મોરબી વાંકાનેર ને.હા. રોડ ઢુવા ઓવરબ્રીજ પાસે ઉભેલ હોય અને તેના પેન્ટના નેફામાં ગે.કા. હથિયાર પિસ્તોલ હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ઢુવા ઓવરબ્રિજ પાસેથી આરોપી ગીરીરાજસિંહને પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૧૦,૦૦૦/- સાથે ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલ છે. તો રાજેશનદા (રહે-મધ્યપ્રદેશ) વાળાનું નામ ખુલતા તેની વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી.બી.જાડેજા, એન. બી. ડાભી, ઈશ્વરભાઈ કલોતરા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, રણવીરસિંહજાડેજા અને દશરથસિંહ ચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!