વાંકાનેર શહેર વિસ્તારમાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે ચંદ્રપુર ખાતે મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા, મકાનમાંથી ૧૬૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી મહિલા હાજર નહિ મળી આવતા, તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે આરોપી મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળી કે વાંકાનેરના ચંદ્રપુર ગામે મહિલા આરોપી મરીયમબેન ઉર્ફે મમુબેન હબીબભાઈ સંધી પોતાના રહેણાંક મજનમાં દેશી દારૂની જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી મળતા તુરંત, પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઉપરોક્ત મહિલાના રહેણાંકમાં રેઇડ કરી હતી, તતારે પેરોલ ફર્લો સ્ક્વોડે મકાનમાંથી ૧૬૦ લીટર દેશી દારૂ કિ રૂ.૩૨,૦૦૦/- મળી આવ્યો હતો, જ્યારે મહિલા આરોપી રેઇડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર જાહેર કરી, તેણી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.