વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ઓફિસની બાજુમાં પાર્ક કરેલ વેપારીના મોટરસાયકલની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ વેપારીએ મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
મોરબીમાં સ્ટેશન રોડ કુબેરનગર પાછળ ભક્તિનગર પ્લોટ નં.૧૬ માં રહેતા કાંતિલાલ મહાદેવભાઈ ઘુમલીયા ઉવ.૫૧ કે જેઓ અલગ અલગ સીરામીક ફેક્ટરીમાંથી ખાલી બારદાનનો વેપાર કરે છે, ત્યારે ખાલી બારદાન લેવા જવા આવવા પોતાનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એમ-૯૫૮૧નો ઉપયોગ કરે છે, ત્યારે ગત તા.૩૦/૦૯ના રોજ કાંતિભાઈ પોતાનું ઉપરોક્ત મોટર સાયકલ લઈને વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર અલગ અલગ ફેક્ટરીએ ગયા હતા, ત્યારે કમાન્ડર સીરામીક કારખાનામાં ઓફીસનું કામ હોવાથી કાંતિભાઈએ પોતાનું મોટર સાયકલ ફેક્ટરી અંદર ઓફિસની બાજુમાં પાર્ક કરેલું હોય તે દરમિયાન કોઈ અજાણ્યો વાહન ચોર તે મોટર સાયકલ ચોરી કરીને લઈ ગયો હોય, ત્યારે મોટર સાયકલ ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









