Saturday, March 1, 2025
HomeGujaratવાંકાનેર નગરપાલિકાનો નિર્ણય:જાહેરમાં કચરો ફેંકતા કેમેરામાં કેદ થયા તો ફોટા જાહેર કરાશે;કચરો...

વાંકાનેર નગરપાલિકાનો નિર્ણય:જાહેરમાં કચરો ફેંકતા કેમેરામાં કેદ થયા તો ફોટા જાહેર કરાશે;કચરો ફેંકનારની બાતમી આપનારને ૧૧૦૦ રૂપિયાનું ઇનામ!

વાંકાનેર નગરપાલિકા દ્વારા અનોખી જાહેરાત કરવામાં આવી છે.જેમાં જાહેરમાં કચરા ફેંકનારાને સબક શીખવાડવા અનોખી જાહેરાત કરાઈ છે. જેમાં સાત (GVP) ગારબેજ વલ્નેરબલ પોઇન્ટને ડેવલોપ કરવાનું કામ હાથ ધરાયું છે.જેમાં બાંકડા, CCTV, પેવર બ્લોક દ્વારા સજ્જ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ જાહેર માં કચરો ફેંકનારના ફોટોગ્રાફસ જાહેર કરી રૂ. ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા અનોખી જાહેરાત કરવામાં આવી છે.જાહેરમાં કચરા ફેંકનારાને સબક શીખવાડવા વાંકાનેર નગરપાલિકાની દ્વારા અનોખી જાહેરાત કરવામાં આવી છે.જેમાં સાત (GVP) ગારબેજ વલ્નેરબલ પોઇન્ટને ડેવલોપ કરવાનું કામ હાથ ધરાયું છે. જેમાં બાંકડા, CCTV, પેવર બ્લોક દ્વારા સજ્જ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ જાહેરમાં કચરો ફેંકનારા CCTV માં કેદ કરવામાં આવશે. જેના ફોટોગ્રાફ્સ ન્યૂઝ પેપરમાં જાહેર કરવામાં આવશે અને રૂપિયા ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવશે. તેમજ CCTV માં કેદ થયેલ અથવા કચરો નાખી જનાર વ્યક્તિઓની ઓળખ આપનારને પણ પાલિકા રૂ. ૧૧૦૦ રૂપિયાનું ઇનામ આપશે તેમજ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાનો ઉલ્લેખ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.ગંદકી કરતા ઇસમો વિરૂદ્ધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ ૨૦૧૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત પણ વાંકાનેર નગર પાલિકા દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!