વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે આરોપી સંજયભાઈ ધીરુભાઈ કુણપરા રહે.વાંકાનેર આરોગ્યનગર વાળાને ગાયત્રી મંદિર રોડ મફતિયાપરાના નાકા પાસેથી અલગ અલગ કંપનીના બિયરના ૭ ટીન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે પકડાયેલ આરોપીને આ બિયરના ટીન આરોપી કુલદીપસિંહ ઉર્ફે ટીકો ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. વાંકાનેર આરોગ્યનગર વાળો આપી ગયાનું જણાવતા વાંકાનેર સીટી પોલીસે તેને ફરાર દર્શાવી તરની શોધખોળ શરૂ કરી બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.