Saturday, October 5, 2024
HomeNewsવાંકાનેર : સરતાનપર રોડ પર બોલેરો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું...

વાંકાનેર : સરતાનપર રોડ પર બોલેરો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માંગીલાલ મન્નાલાલ ગાયરી (ઉ.વ ૩૨ ધંધો- મજુરી રહે હાલ- યમુના નગર શેરી નં ૫ નવલખી રોડ, મોરબી) એ બોલેરો નં જીજે-૩૬-ટી-૮૩૯૯ નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૭ ના રોજ સાંજના સવા સાત વાગ્યાના અરસામાં સરતાનપર રોડ પર ગ્રેનીસેર સીરામીક સામે આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો ટાંકો નં. જીજે-૩૬-ટી-૮૩૯૮ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મહેશ શર્માના બાઈક નં. જીજે-૩૬-ક્યુ-૩૦૬૧ ને સામેથી હડફેટે લેતા મહેશ શર્માના માથાના ભાગે હેમરેજ તેમજ જમણા હાથે તથા મોઢાના ભાગે ફેકચર તેમજ શરીરે સામાન્ય ઇજાઓ તથા બાઈકમાં પાછળ બેઠેલ ફરીયાદીના સાળા પ્રમોદસીંઘના માથાના ભાગે બોલેરોનુ વ્હીલ ફરી જતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!