Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર:હોટલે જમવાનું લેવા જતા એકટીવા સવાર બે મિત્રોને ટ્રેક્ટરે હડફેટે લેતા એક...

વાંકાનેર:હોટલે જમવાનું લેવા જતા એકટીવા સવાર બે મિત્રોને ટ્રેક્ટરે હડફેટે લેતા એક યુવકનું મોત, અન્ય એક ઘાયલ

વાંકાનેર: પોટરીમાં સાથે મજૂરી કામ કરતા બે મિત્રોને રાત્રીના કામ ઉપર હોય ત્યારે ભૂખ લાગતા સાથે કામ કરતા અન્ય મિત્રનું એકટીવા લઇ જમવાનું પાર્સલ લેવા જતા હોય ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક ગાયત્રી ચેમ્બર સામે એક કાળમુખા ટ્રક્ટરે એકટીવાને ઠોકરે ચડાવતા એકટીવા-સવાર બંને યુવકો રોડ ઉપર પટકાતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી પોતાનું ટ્રેક્ટર લઈને ઘટન સ્થળેથી નાસી ગયો હતો. વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે એકટીવા ચાલક યુવકને માથાના ભાગે તથા છાતીમાં ગંભીર ઈજાઓના કારણે સારવારમાં મોત નીપજ્યું હતું.જયારે એકટીવાની પાછળ બેસેલ યુવકની સારવાર ચાલુ હોય ત્યારે અકસ્માતની ઘટના બાબતે ઈજાગ્રસ્ત યુવક દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

હિટ એન્ડ રનની પ્રાપ્ત વિગત અનુસાર ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને વાંકાનેરના હશનપર નજીક આવેલ જ્યોતિ પોટરીમાં મજૂરી કામ કરતા સોહીલભાઈ ગનીભાઇ બાદી ઉવ.૨૧ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રેક્ટર રજી.જીજે-૧૩-એએમ-૭૩૩૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી કે ગત તા.૨૦-૦૩ના રાત્રીના જ્યોતિ પોટરીમાં મજૂરી કામ કરતા હોય તે દરમિયાન સોહીલભાઈને ભૂખ લાગતા સોહીલભાઈ તથા તેની સાથે મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની હાલ જ્યોતિ પોટરીમાં રહેતા ગુરુપ્રસાદ રથભાઈ બીંદાણી જમવાનું પાર્સલ લેવા જ્યોતિ પોટરીમાં કામ કરતા નજીરભાઈનું એકટીવા રજી.જીજે-૩૬-એએચ-૬૨૧૧ લઈને જતા હોય ત્યારે વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ગાયત્રી ચેમ્બર પાસે પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચલાવી આવતા ટ્રેક્ટર ચાલકે એકટીવને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં એકટીવા ચાલક ગુરુપ્રસાદ અને પાછળ બેઠેલ સોહીલભાઈ રોડ ઉપર પટકાયા હતા. અને અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

 

અકસ્માતના બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગુરુપ્રસાદ અને સોહીલભાઈને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં ગુરુપ્રસાદ બીંદાણીનું મોત નીપજ્યું હતું જયારે સોહીલભાઈને મણકાના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચતા તેને પ્રથમ મોરબી રીફર કરાયા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે જ્યાં તેઓની સારવાર ચાલુ હોય ત્યારે ઈજાગ્રસ્ત સોહિલભાઈએ અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!