વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે ઉપર જોખમી રીતે બાઈક સ્ટંટ કરતા ઈસમનો વીડિયો વાઇરલ થતા વીડિયોમાં નજરે પડતા યુવકને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી લઇ કાયદાનુ ભાન કરાવ્યું હતું.
વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં બાઉન્ડ્રી-વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર જોખમી રીતે બાઈક સ્ટંટ કરતા ઈસમનો વિડીયો વાયરલ થયેલ હોય જેથી વાંકાનેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઈ એચ.વી.ઘેલા તથા પોલીસ મથક ટીમ દ્વારા વાયરલ થયેલ વિડીયોના માલીકને શોધી જોખમી રીતે બાઈકનો સ્ટંટ કરતા ઈરફાનભાઈ મકબુલશા શાહમદાર ઉવ.૨૧ રહે. તીથવા તા.વાંકાનેરને ઝડપી લઇ, પકડાયેલ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમ વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જોખમી રીતે બાઈક સ્ટંટ કરતા આરોપીને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.