ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને ત્યારે તેની માહીતી સ્થાનિક પોલીસને તાત્કાલીક મળી જાય તેવી વ્યવસ્થા કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પરીસંવાદ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ વાંકાનેર સીટી /વાંકાનેર તાલુકાના ગામડાઓના સરપંચો સાથે પોલીસને લગતા બનાવો બાબતે વાંકાનેર પોલીસ દ્વારા પરીસંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું.
વાંકાનેર સીટી તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના ગામડાઓના સરપંચો સાથે પોલીસને લગતા બનાવો બાબતે પરીસંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમનું આયોજન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી. પટેલ તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ.જાડેજા તથા મોરબી જીલ્લાના ટ્રાફીક શાખાના પી.આઈ. એચ.વી.ઘેલા અધયક્ષતામાં કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના કુલ ૩૮ ગામના સરપંચ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં પધારેલા તમામ સરપંચોનું સ્વાગત કરવામાં આવેલ હતુ. તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી અલગ-અલગ કામગીરીઓ જેમાં સાયબર અવેરનેશ, શી ટીમ, સિનિયર સીટીઝન કામગીરી તથા ગ્રામ્ય કક્ષાએ સી.સી.ટીવી ઉપયોગની મહત્વતા તેમજ મજુર નોંધણી, ચોરીના બનતા બનાવો અટકાવવા શું કરી શકાય તેમજ નશાબંધી બાબતે તેમજ રાજયસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન નંબરો વિશે માહિતી આપી તેમજ ગામમાં કોઇ બનાવ બને તો પોલીસને તાત્કાલીક જાણ કરવા સમજ આપવામા આવી હતી. તેમજ યુવા માર્ગદર્શન, તેરાતુજકો અર્પણ, ત્રણ વાત અમારી-તમારી તેમજ નવા કાયદાઓ વિશે માહિતી આપી વિવિધ કામગીરીઓ સબંધે વિગતે ચર્ચા/માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમજ ટ્રાફિક સંબંધે જીલ્લા ટ્રાફિક શાખાના પી.આઈ. એ ટ્રાફિક સંબંધીત કરવામાં આવતી દંડાત્મક કાર્યવાહી કરવા પાછળનો હેતુ તેમજ નિયમોનું પાલન કરવાથી થતા ફાયદાઓ અને જીવલેણ અકસ્માતો નિવારવા માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. તેમજ પોલીસ તથા સરપચોનુ સંકલન રહે તે માટે વોટ્સપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતુ. તેમજ સરપંચોને પણ કોઇ રજુઆત તથા પ્રશ્નોત્તરી સેશન કરતા અલગ અલગ સરપંચએ ટ્રાફિક સબંધી, રેઢીયાર ઢોરો બાબતે તેમજ પોતાને મુંજવતા પ્રશ્નનો બાબતેની રજુઆતો રજુ કરતા તે નિવારવા માટે ચર્ચા કરેલ તેમજ જાતેથી સ્થળની મુલાકાત લઇ અને ચર્ચાવિચારણા કરી નિકાલ કરવા નોંધ રાખી છે. તેમજ સરપંચ દ્વારા પણ પોલીસ દ્વારા સહકાર મળેલ તેવા સારા પ્રસંગોને યાદ કર્યા હતા. અને કામગીરીની પ્રસંશા કરી હતી