Sunday, January 12, 2025
HomeGujaratવાંકાનેર પોલીસનો સપાટો : બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વાંકાનેર પોલીસનો સપાટો : બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ વેચતા અને બનાવતા તેમજ વિદેશી દારૂ વેચતા બૂટલેગરો પર સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસે બે સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બે બાતમીદારો પાસેથી બે અલગ-અલગ સ્થળોએ દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમીઓ બાલી હતી. જે હકીકતના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે પ્રથમ પંચશીલ સોસાયટીમા ઓકળા પાસે રેઇડ કરી હતી અને વાંકાનેર પંચશીલ સોસાયટી સ્વામીનારાયણ મંદીર સામે રહેતા રાજુભાઈ ઉર્ફે ડીમ્પલ ક્રિષ્નમુરારી યાદવ નામના શખ્સે વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ MCDOVELLS NO.1 COLLECTION WHISKYની ૧૨ બોટલોના રૂ.૪૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

જયારે બીજી બાજુ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કમલેષભાઈ જાનકીદાસ દુધરેજીયા નામના શખ્સના વાંકાનેરની પેડક સોસાયટી નાગાબાવાના મંદીર સામે આવેલ રહેણાંક મકાને રેઇડ કરી હતી. કમલેષભાઈ જાનકીદાસ દુધરેજીયાએ વેચાણ કરવાના હેતુસર પોતાના રહેણાંક મકાને છુપાડેલ ભારતીય બનાવટની MCDOVELLS NO.1 COLLECTION WHISKY ORIGINALની રૂ.૨૭,૩૭૫/- કિંમતની ૭૩ બોટલો તથા (૨) ROYAL CHALLENGEની રૂ ૧૨,૪૮૦/-ની કિંમતની ૨૪ બોટલોના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે અને 97 બોટલોના રૂ.૩૯,૮૫૫/-ના મુદ્દામાલ સાથે મલેષભાઈ જાનકીદાસ દુધરેજીયાને ઝડપી પાડ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!