વાંકાનેરમાં એક અસ્થીર મગજનો યુવાન મળી આવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસની ટીમે આ અસ્થીર મગજના માણસના પરિવારજનોની શોધખોળ કરીને અંતે તેમનો પત્તો મળી જતા વાંકાનેર પોલીસે અસ્થીર મગજના યુવાનને તેના વાલી વારસ સાથે મીલાપ કરાવ્યો હતો.
મોરબી પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા મદદનીશ પોલીસ અધીક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ તેમજ અમારી પ્રત્યક્ષ સુચના અનુંસધાને મોરબી જીલ્લામા બાળકો તથા મહીલાઓ તેમજ અન્ય માનસીક બીમાર માણસોને મદદરૂપ થવા સુચના થઇ આવેલ હોય જેમા વાંકાનેર સીટી પોલીસ મથકે ટેલિફોન આવક રજી નં.૧૨૫/૨૨ તા.૦૨/૦૭/૨૦૨૨ કલાક ૧૦/૩૮ ના કામે અમરજીતસિંહ જીતુભા ઝાલા રહે,વાંકાનેર મો.નં-૯૯૭૯૭૯૯૭૯૭ વાળાએ ફોનથી જણાવેલ કે રાજશકિત પેટ્રોલપંપ થાન રોડ ખાતે ઓરીસાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પહેરેલ છે તેવી હાલત છે.અને માનસીક બીમાર હોય તેવી વર્ધી લખાવતા જે વર્ધી આધારે અસ્થીર મગજના માણસને વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે લઇ આવતા તેની પાસેથી એક અધારકાર્ડ તથા મોબાઇલ નં વાળી કાપલી મળી આવેલ હોય જેમા તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (ઉ.વ ૩૨ ધંધો મજુરી રહે,હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તા.જી મોરબી મુળગામ ગોવિંદપુર તા.ઉદાલા થાના ઉદાલા જી.મયુરભંજ ઓરીસ્સા) વાળા હોવાનુ જાણવા મળેલ તેમજ તેની પાસે રહેલ કાપલીમા મોબાઇલ નંબર દ્વારા તેના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક( ઉ.વ ૪૫ ધંધો મજુરી રહે,હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તા.જી મોરબી મુળગામ ગોવિંદપુર તા.ઉદાલા થાના ઉદાલા જી.મયુરભંજ ઓડીસા)નો સંપર્ક કરી તેનો સગો ભાણેજ થાય અને તેને મગજની માનસીક બીમારી હોય તેમ જણાવેલ હોય જેથી આજરોજ તેના મામા તથા સગા સબધીને આ માનસિક અસ્થિર યુવાન કાલીચરણ નેત્રાનંદ નાયક જાતે આદીવાસી ઉ.વ ૩૨)વાળાને વતનમાં લઇ જવામાટે વાંકાનેર પોલીસે સોપી આપ્યો હતો અને તેના પરીવાર સાથ સુખદ મિલાપ કરાવ્યો હતો.
આ કામગીરીમાં પીઆઇ એન.એ.વસાવા ,પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર તથા બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ સહિતનાં જોડાયેલ હતા .