Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર પોલીસે લાખોના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર

વાંકાનેર પોલીસે લાખોના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે વાંકાનેર પોલીસ દ્વારા અલગ-અલગ ગુન્હાઓમાં પકડેલ વીદેશીદારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા અલગ-અલગ કુલ-૧૦ ગુન્હાઓમા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવતા આજ રોજ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો કુલ ૨૨૧૦ બોટલો તથા બિયરટીન મળી કુલ રૂ.૩,૬૫,૩૩૫/-નો મુદ્દામાલ વિવિધ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!