Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેર રાજપૂત સમાજ દ્વારા પત્ર જાહેર કરી મતદાનના દિવસને ધ્યાનમાં રાખી શાંતિ...

વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા પત્ર જાહેર કરી મતદાનના દિવસને ધ્યાનમાં રાખી શાંતિ જાળવવા ક્ષત્રિય સમાજને અપીલ કરાઇ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના શ્રી રાજપુત સમાજ વાંકાનેર દ્વારા ભાઈઓ બહેનો યુવાનો અને આગેવાનોને એક પત્ર લખી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતું ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન લોકશાહી ઢબે વિરોધ થાય અને તે અવળે રસ્તે ન ચડે, તેમજ રાજપુત સમાજની બદનામી થાય તે માટે હિત શત્રુઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાયાની માહિતી મળતાં આવી ન બને અને રાજપૂત સમાજના નામે કોઈ ચડી ન જાય તે માટે ચુંટણીમાં મતદાન ને ધ્યાનમાં રાખી શાંતિ જાળવવા અપીલ કરાય છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજપુત સમાજ વાકાનેર ના પ્રમુખ વજુભા ચાલ્યા પત્ર લખી ક્ષત્રિય સમાજના બહેનો ભાઈઓ યુવાનો અને આગેવાનોને વિનંતી કરતા કહ્યું છે કે ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહ્યું હતું પરંતુ હવે હિતશત્રુઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય અને આંદોલન અવડે રસ્તે ચડી જાય તે પ્રકારની ભીતિ દેખાઈ રહી છે. તેમજ લોકસભાની ચૂંટણી દરમિયાન રાજપૂત સમાજની બદનામી થાય અને રાજપૂત સમાજના નામે કોઈ ચડે નહિ તે માટે તા. ૭ ના રોજ મતદાન દિવસને ધ્યાનમાં રાખી શાંતિ જાળવી શિસ્તબદ્ધ રીતે રહેવા માટે અપીલ કરાઈ છે તેમ જ રાજપૂત સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવો અને આચારસંહિતાનો ભંગ ન થાય તે રીતે લોકશાહી પર્વની ઉજવણી કરવા અગ્રેસર રહી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેની કાળજી રાખવા પણ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને આગેવાનોને રાજપૂત સમાજ વાંકાનેર દ્વારા ભાર પૂર્વક અપીલ કરવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!