વાંકાનેરના રાતાવીરડા ગામે આવેલ મારુતિ માઇક્રોન નામના કારખાનામાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા પરપ્રાંતિય યુવકને વાઈ આવતા નાકના ભાગે ઇજા થઇ હતી જેની સારવાર બાદ તેઓ સિક્યુરિટી રૂમમાં સુઈ ગયા હોય ત્યારબાદ
રાત્રીના યુવકને જગાડતા તે ઉઠેલ નહીં અને તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે વરમોરા યુનિટ-૩માં સિક્યુરિટી રૂમમાં રહેતા અને રાતાવીરડા ગામે આવેલ મારુતિ માઇક્રોન કારખાનામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મૂળ મધ્યપ્રદેશના ૩૨ વર્ષીય સદાશીવ ચન્દરસિંહ મેવાડાને હીસ્ટો(વાઇ)ની જુની બિમારી હોઇ અને ગઇ તા.૩૧/૦૭ના રોજ મારૂતિ માઇક્રોન કારખાનામાં મેઇન ગેટ પર સિકયુરીટીની ફરજ પર હતા તે દરમ્યાન રૂમમાં વાઇ આવતા પડી ગયેલ અને નાકના ભાગે ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધેલ અને સાડા ત્રણ વાગ્યાના અરસામાં વરમોરા યુનિટ-૩ કારખાનાના સિકયુરીટી રૂમમાં સુઇ ગયેલ અને રાત્રિના આઠ વાગ્યે તેને સહ કર્મચારી દ્વારા જગાડતા સદાશીવ જાગેલ ન હોઇ અને મરણ ગયેલ હોય જેથી પરીવારજનો દ્વારા ગત તા.૦૧/૦૮ ના રોજ વાંકાનેર પોલીસ સ્ટેશન જાણ કરતા યુવકની લાશને ફોરેન્સીક પી.એમ. અર્થે મોકલી બાદ ડોકટર પાસેથી ક્યાં કારણોસર મૃત્યુ થયાના પ્રમાણમાં માથામાં ઇજા થયેલ હોવાનું જણાવવાયું હતું. ત્યારે મૃત્યુ અંગે વધુ કારણ જાણવા વિશેરાના સેમ્પલ લીધેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.