Tuesday, May 14, 2024
HomeGujaratવાંકાનેર શૈક્ષિક મહાસંઘ દ્વારા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભા સાંસદને OPS લાગુ કરવા આવેદન...

વાંકાનેર શૈક્ષિક મહાસંઘ દ્વારા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભા સાંસદને OPS લાગુ કરવા આવેદન અપાયું

વાંકાનેર તાલુકા મહાસંઘના મુખ્ય કાર્યકર્તાઓએ શિક્ષકોની માંગણીઓની વિસ્તૃત રજુઆત કરી

- Advertisement -
- Advertisement -

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. માનનીય મુખ્યમંત્રીએ માહિતી ખાતાના માધ્યમથી તથા સરકારના પ્રવક્તા મંત્રીએ મિડિયા સમક્ષ કરેલ જાહેરાત અનુસાર ઠરાવ ન થતાં સમગ્ર શિક્ષકોમાં આક્રોશની લાગણી છે. ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબના ઠરાવ કરીને તેને અનુસંધાને કાર્યવાહી કરવા તથા સંગઠન સંલગ્ન નવ સંવર્ગના નીચે જણાવ્યા અનુસારના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સરકારશ્રીમાં ભલામણ પત્ર લખવા આવેદન અપાયું
પડતર પ્રશ્નો:- ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો. સરકાર દ્વારા નિયુક્ત પાંચ મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર કેન્દ્ર સરકારની જેમ તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં અને પછી નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા તેને આનુષાંગિક કાર્યવાહી કરવી.
અન્ય પડતર પ્રશ્નો
ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જુના શિક્ષકની ભરતી અન્વયે તમામ પ્રકારની બદલીનો લાભ આપવો તથા તેના માટે સમિતિની રચના કરવી તથા અન્ય પડતર પ્રશ્નો એન.પી.એસ.વાળા કર્મચારીઓને નિવૃતિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું. જ્ઞાન સહાયક ભરતીને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવી ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મંજૂર મહેકમની વિષય શિક્ષક પી.ટી.શિક્ષક,લૅબ ટીચર, ગ્રંથપાલ, ચિત્ર શિક્ષક , ઉદ્યોગ શિક્ષક ૩૩,૦૦૦ થી વધુ જગ્યા ઉપર કાયમી શિક્ષકોની તથા આચાર્યોની સત્વરે ૧૦૦% ભરતી કરવી. પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને માતૃત્વ રજાનો
લાભ આપવો.તા. ૨૨/૦૪/૨૦૨૨ ના નાણાં વિભાગના માતૃત્વ રજા બાબતે કરેલ ઠરાવમાં સુધારો કરી ૧૯૯૭ થી અત્યાર સુધી અને હવે પછી ફિક્સ પગારમાં જોડાનાર તમામ બહેનોને નિમણૂંક તારીખથી નિયમ મુજબ માતૃત્વ રજાનો લાભ આપવા અને રજાઓની કપાત પગારની રજાઓમાં સામેલ ના કરતા નિમણૂંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો. મહાનગરપાલિકામાં જિલ્લાફેરથી આવેલા શિક્ષકોને પેંશન મૂળ જિલ્લા અને મહાનગરપાલિકા બંને કક્ષાએ મંજુર કરાવવાનું થાય છે. પેંશન બે જગ્યાએ નિયમ મુજબ વહેંચાઈને મળતું હોય છે. તે નિયમમાં સુધારો કરી માત્ર નિવૃત્તિ સમયની ફરજ પર ના જિલ્લા કે મહાનગર માં પેંશન મળે તેમ કરવું. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને ૪૨૦૦ નો ગ્રેડ પેનો લાભ આપવામાં આવે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવામાં આવે.HTAT મુખ્ય શિક્ષકોના બદલી નિયમો માટેની કમિટીમાં સંગઠનનો અભિપ્રાય લઈ ફાઈનલ નિયમોની સંગઠન સાથે ચર્ચા કરી સત્વરે દિવાળી વેકેશન પહેલા HTAT ના બદલી કેમ્પનું આયોજન થાય તે રીતે ઝડપથી બદલી નિયમો તૈયાર કરવામાં આવે. સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે જેમને પણ નિયુક્તિ કરવામાં આવે છે, તેઓને આચાર્યનું એલાઉન્સ આપવામાં આવે તથા વેકેશનમાં સંસ્થામાં રહી કરેલ કામગીરી બદલ મળવા પાત્ર પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવામાં આવે.વગેરે પ્રશ્નોની જિલ્લા ભાજપના પ્રમુખ સમક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિગતવાર રજુઆત કરી હતી,અને કેસરીદેવસિંહજી ઝાલાને સૌ શિક્ષકો સહિતના કર્મચારીઓ માટે સરકારને જૂની પેન્શન લાગુ કરવા ભલામણ પત્ર કરવા મહાસંઘના કાર્યકર્તાઓએ વિનંતિ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!