Thursday, April 17, 2025
HomeGujaratવાંકાનેર:જાલસીકા ગામ ખાતે શ્રી હોલ માતાજીનો ૧૮ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવ...

વાંકાનેર:જાલસીકા ગામ ખાતે શ્રી હોલ માતાજીનો ૧૮ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવ ઉજવાશે

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ ખાતે આવેલ પંચાળ પ્રદેશની આદ્યશક્તિ શ્રી હોલ માતાજીનો ૧૮ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવમાં નવરંગો માંડવાનું તા. ૨૯/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી હોલ માતાજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ ખાતે આવેલ પંચાળ પ્રદેશની આદ્યશક્તિ શ્રી હોલ માતાજીનો ૧૮ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવમાં નવરંગો માંડવાનું તા. ૨૯/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી હોલ માતાજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાંભલી રોપવાનું મુર્હુત વૈશાખ સુદ-ર તા. ૨૯-૪-૨૦૨૫, મંગળવારે વહેલી સવારે શુભ મુર્હુતે, ધજા આરોહણ, વૈશાખ સુદ-ર તા. ૨૯-૪-૨૦૨૫, મંગળવાર સવારે શુભ મુર્હુતે, ચંડી યજ્ઞ વૈશાખ સુદ-ર તા. ૨૯-૪-૨૦૨૫, મંગળવાર સવારે ૭ થી ૧ વાગ્યા સુધી, મહા પ્રસાદ મંગળવારે બપોરે અને સાંજે અને થાંભલી વધાવવાનું મુહૂર્ત વૈશાખ સુદ ૩ ને તા. ૩૦/૨૫ ને બુધવારે સવારે શુભ મુહૂર્તે કરવામાં આવશે. જેમાં શ્રી ઓમકારેશ્વર આશ્રમ – હલેન્ડા, શ્રી વશીષ્ઠનાથબાપુ ભવનાથ આશ્રમ – ભાયાસર, શ્રી પ્રભુદાસબાપુ રામબાઈમાની જગ્યા – વવાણીયા, મહંત શ્રી આપા મેરામની જગ્યા – દરેડ, શ્રી રસીકબાપુ તથા બાબબાપુ આપાદેશાની જગ્યા – ગરણી, શ્રી વાઘાબાપાના ઠાકર – જાલસીકા, શ્રી હરિઓમનાથ તથા માનબાઇ માં મોગલધામ – જાલસીકા, શ્રી ઓમકારનાથબાપુ સુરેશ્વર મહાદેવ – જાલસીકા, શ્રી બ્રહ્મગીરીબાપુ – વાનાવડ અને આઇશ્રી જાનબાઈ માં અમરધામ – માટેલ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે. જેમાં રાવળદેવ શ્રી કાનજીભાઈ વિરમભાઈ મેવાડા – ભાડુઇવાળા, શ્રી લાલભાઈ – કુવાડવા, શ્રી અનુભાઈ – જોધપર અને શ્રી ચંદુભાઈ – સાયલા (ભગતનુંગામ) ઉપસ્થિત રહેશે. જેમાં યજ્ઞમાં શ્રી રોહિતભાઇ વિક્રમભાઈ ચાવડા – ઇશ્વરીયા, શ્રી વનરાજભાઇ વિભાભાઈ સેગલીયા – મુંજકા, શ્રી કિશનભાઈ ગોવિંદભાઈ હુંબલ – ચાંદરાણી, શ્રી ચીથરભાઇ છગનભાઇ બલદાણીયા – બોરડી અને શ્રી લાલજીભાઇ જસાભાઈ બલદાણીયા – બોરડી વાળા બેસશે. જે કાર્યક્રમમાં બપોરના પ્રસાદના દાતા તરીકે સ્વ. મેણંદભાઈ રામસુરભાઈ સેગલીયા-મુંજકા, હસ્તે પરિવાર શ્રી વિભાભાઇ, બચુભાઈ, પ્રભાતભાઈ અને કાથડભાઈ, સાંજના પ્રસાદના દાતા સ્વ. વિક્રમભાઈ પ્રભાતભાઈ ચાવડા ઈશ્વરીયા હસ્તે, ચંદુભાઇ પ્રભાતભાઈ, લાભુભાઈ પ્રભાતભાઇ અને રોહિતભાઈ વિક્રમભાઈ અને ચા પાણીના દાતા ઘુસાભાઈ રાયધનભાઈ ડાંગર – જાલસીકા વાળા છે. જેમાં અન્ય દાતાઓ દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી જાહેર જનતાને શ્રી હોલ માતાજી મંદિર ટ્રસ્ટ અને સલાહકાર સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!