મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈનાં માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઇ એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ, દીવ્યરાજસિંહ ઝાલા, ભરતભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિહ ઝાલા તથા અજીતભાઈ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન જાંબુડીયાના પાટીયા પાસે ખરાબામાં ખુલ્લામાં જાહેરમાં જુગાર રમી રહેલા અનીલભાઈ સલીમભાઈ પંજવાણી(ઉ.વ.૨૫, રહે વાંકાનેર જીનપરા શેરીનં. ૧૨), હુશેનશા ઈસ્માઈલશા સાહમદાર (ઉ.વ.૩૯, રહે.મોરબી વાંકાનેર દરવાજા અંદર), વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦,રહે.વાંકાનેર જીનપરા શેરી નં. ૧૩), હીરેનભાઈ ભીખાભાઈ માણેક (ઉ.વ.૩૦,રહે.વાંકાનેર જીનપરા શેરી નં. ૧), વિકીભાઈ રમેશભાઈ અઘારા (ઉ.વ.૨૦, રહે. વાંકાનેર જીનપરા શેરી નં. ૧૨) તથા સાગરભાઈ સામજીભાઈ સોલંકી, (ઉ.વ.૧૯, રહે.વાંકાનેર જીનપરા શેરી નં. ૧૩) વાળાને રૂ. ૧૦,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પીઆઇ એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ મઠીયા, દીવ્યરાજસિંહ ઝાલા, ભરતભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિહ ઝાલા તથા અજીતભાઈ સોલંકી સહિતનાઓ રોકાયેલા હતાં.