Wednesday, February 12, 2025
HomeGujaratવાંકાનેર:હાથ બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમને પકડી લેતી એસઓજી ટીમ.

વાંકાનેર:હાથ બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમને પકડી લેતી એસઓજી ટીમ.

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી એક ઇસમને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગરની દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે એસઓજી પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે આરોપી અરવિંદસિંહ ઉર્ફે એડો ઉર્ફે એડી મહિપતસિંહ ગોહિલ ઉવ.૩૩ હાલ રહે.નવાઢુવા પેટ્રોલપંપની સામે તા.વાંકાનેર મુળરહે. ગામ ભડલી તા.સિહોર જી.ભાવનગરવાળાને વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી કોઇ પણ જાતના લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટની રીવોલ્વર (હથીયાર) નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/-ની પોતાના કબજામા રાખી જાહેરમાં નિકળતા તેની અટક કરી હતી. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!