Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેર એસટી ડેપોને ૧.૪૪ લાખનો ચુનો લગાવતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વાંકાનેર એસટી ડેપોને ૧.૪૪ લાખનો ચુનો લગાવતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી સહિત ગુજરાતના અનેક ડેપોમાં આ રીતે મોડ્સ ઓપરેન્ડી વાપરીને એસટી ને ચુનો લગાવવાનું કૌભાંડ સામે આવી રહ્યા છે જેમાં ઓનલાઈન સિસ્ટમના વિક પોઈન્ટનો ગેરફાયદો ઉઠાવીને આવા તત્વો છેતરપીંડી આચરતા હોય છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર એસટી ડેપોના લાખો રૂપિયા ચાઉ કરી જનારા બે શખ્સો સંજયભાઈ આર બારીયા જેનું યુઝર આઈડી GSSANJAYR અને વિપુલ ભગાભાઇ મોહનીયા જેનું યુઝર આઈડી GSMOHANIYA વાળા બન્ને શખ્સો ગોધરા એસટીના બુકીંગ એજન્ટ છે તેઓ બન્ને ગમે તે રીતે યુઝર આઈડી મેળવી જાન્યુઆરી ૨૦૨૨ થી મે ૨૦૨૨ સુધીના પાંચ મહિનાના સમય ગાળામાં ઓનલાઈન બુકીંગ કેન્સલ કરીને રીફન્ડ મેળવી લેતા હતા જેમાં વાંકાનેર સેન્ટરની ૨૫૨ ટીકીટ આ રીતે કેન્સલ કરીને અંદાજીત કી.રૂ. ૫૬૪૮૧ નું રીફન્ડ અને અન્ય કેન્દ્રોની ૩૭૪ ટીકીટ ની અંદાજીત કી. રૂ. ૮૮,૦૦૧ મળી કુલ રૂ.૧,૪૪,૩૮૨ ની એસટી અને સરકારને મળતી રકમ પોતે ઓળવી ગયા હતા અને છેતરપિંડી અને સાયબર ક્રાઇમ આચર્યું હતું . જેથી વાંકાનેર એસટી ડેપોના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવી હતી.

જે બાબતે વાંકાનેર સીટી પોલીસ દ્વારા બન્ને શખ્સો વિરુદ્ધ આઈપીસી ૪૦૯, ૪૨૦, ૩૪ તથા આઇટી એક્ટ ની ૬૬(સી), ૬૬(ડી) મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!