વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો નામના કારખાનામાં ટાઇલ્સ ઉત્પાદન માટેની બે કિલન(ભઠ્ઠી) આવેલ છે જે પૈકી એક કિલન બંધ હોય જેમાં કિલનમાં ટેમ્પરેચર બતાવવા થર્મોકપલ લગાડવામાં આવે છે. આ થર્મોકપલમાં મોંઘીદાટ પ્લેટીનિયમ ધાતુના તાર હોય છે. ત્યારે આવા ૧૭ થર્મોકપલમાંથી પ્લેટીનિયમના તારની કોઈ જાણભેદુ દ્વારા ચોરી કરવામાં આવ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો જીવીટી ટાઇલ્સનું કારખાનું આવેલ છે. જેમાં બે કિલન આવેલી છે જેમાં કિલન નં.૧ હાલ ચાલુ હોય જ્યારે કિલન નં.૨ માં મેન્ટેનન્સ કામ સબબ ગઈ તા. ૧૨/૦૭ ના રોજથી બંધ હોય ત્યારે આ બંધ કિલનના લગાવવામાં આસલા કુલ ૫૬ થર્મોકપલ પૈકી ૧૭ થર્મોકપલમાંથી પ્લેટીનિયમ ધાતુના તારની કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા ચોરી કરી ગયો હોય જે એક તારની કિ. રૂ.૫,૫૦૦/- લેખે કુલ કિ.રૂ.૯૩,૫૦૦/-ના મુદામાલની ચોરી થયા અંગેની ગ્રીનસ્ટોન ગ્રેનાઈટોના ભાગીદાર રાજુભાઇ હીરાભાઇ માલકીયા ઉવ.૫૧ રહે.લાકડધાર તા.વાંકાનેર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.