Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર:રૂપિયાની લેતી દેતી મામલે સુરેન્દ્રનગરના યુવકનું બે શખ્સોએ અપહરણ કરી માનસિક,શારીરિક યાતનાઓ...

વાંકાનેર:રૂપિયાની લેતી દેતી મામલે સુરેન્દ્રનગરના યુવકનું બે શખ્સોએ અપહરણ કરી માનસિક,શારીરિક યાતનાઓ આપી

કાર સાથે કાર અથડાવી નુકસાની કરતા સમગ્ર બનાવ મામલે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના લુણસર ગામ નજીક પૈસાની લેતી દેતી બાબતે બાકી પૈસા પરત લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના મનડાસર ગામના યુવકની સ્વીફ્ટ કાર સાથે સ્કોર્પિયો કાર અથડાવી કારમાં નુકસાની કરી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ યુવકને અજ્ઞાત સ્થળે લઈ જઈ બાકી રૂપિયા પરત મેળવવા યુવકને બેફામ માર મારી શારીરિક ઇજાઓ પહોંચડેલ સાથે સાથે જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી માનસિક યાતના પહોંચાડતા ત્રણ આરોપીઓ સામે ભોગ બનનાર યુવક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના મનડાસર ગામે રહેતા લીલાભાઇ કાળુભાઇ ભુંડીયા ઉવ.૩૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ખોડાભાઇ રણછોડભાઇ સેફાત્રા રે.ખેતરડી તા.હળવદ, ગોપાલભાઇ ગેલાભાઇ સેફાત્રા રે.ખેતરડી તા.હળવદ તથા મેલાભાઇ હમીરભાઇ સેફાત્રા રે.ચુપણી તા.હળવદવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી લીલાભાઈ અને આરોપી ખોડાભાઈ વચ્ચે રૂપિયાની લેતીદેતીનું મનદુઃખ ચાલતું હોય તે દરમિયાન ગઈ તા.૦૫/૧૧ ના રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ ફરિયાદી લીલાભાઈ પોતાની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-બી-૮૨૯૨ લઈને લુણસરથી મનડાસર જવાના રસ્તે રોડ ઉપર પસાર થતા હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપીઓ સફેદ કલરની સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૧૩-એનએન-૧૫૨૯ વાળીમાં આવી સ્વીફ્ટ કારને સામેથી અથડાવી સ્વીફટ કારના આગળનો કાચ તથા ગાડીનુ બોનટ તોડી નુકશાન પહોચાડ્યું હતું, જે બાદ સ્વીફ્ટ કારમાંથી ફરિયાદી લીલાભાઈને ઉતારી બળજબરીપૂર્વક સ્કોર્પિયો ફોરવ્હીલ કારમાં તેમનું અપહરણ કરી લઇ જઇ તેમને ધોકા વડે તથા ઢીકાપાટુનો બેફામ મુંઢ માર માર્યો હતો, તેમજ ધાતુના સુઇયા વડે લીલાભાઈને શરીરના અલગ અલગ ભાગ ઉપર ઇજા કરી, તેના બાકી નીકળતા પૈસા પાછા મેળવવા ભયમા મુકવાની કોશીશ કરી, ભુંડાબોલી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!