આગામી વિધાનસભાની ચૂંટણીના આગમન પહેલા જ 182 સીટના લક્ષ્યને લઈને ભાજપ અગ્રણીઓએ તમામ મોરચે મહેનત આદરી દીધી છે. તેવામાં સંગઠને વધુ મજબૂત બનાવવા મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર તાલુકાના કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સૂચના અને જિલ્લા પ્રભારી પ્રકાશ સોની તથા ભાનુભાઈ મેતા સહિત જિલ્લા ભાજપમાં અગ્રણીઓ સાથે ચર્ચા બાદ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા દ્વારા વાંકાનેર તાલુકાના કિસાન મોરચાના પ્રમુખ તરીકે કેરવાડીયા શામજીભાઈ ડોસાભાઈની નિમણુંક કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે ઝાલા ધ્રુવરાજસિંહ ઘનશ્યામસિંહ, ઉપપ્રમુખ તરીકે ધોરીયા વિરમભાઈ રવજીભાઈ અને માંડાણી શામજીભાઈ સવાભાઈ તથા મંત્રી પદે ઓળકીયા ગગજીભાઈ જેસીંગભાઈ, ધરજીયા હિરાભાઈ લીંબાભાઈ, પરમાર સોમાભાઈ અમરાભાઈ, ખોરજીયા અયબભાઈ હુશેનભાઈની વરણી કરાઈ છે જ્યારે કોષધ્યક્ષ પડે ગોધાણી વાલજીભાઈ ગોવિંદભાઈ અને કાર્યાલય મંત્રીની જવાબદારી માલકીયા ધરમશીભાઈ હિરાભાઈને સોંપવામાં આવ્યો છે.
વધુમા વાંકાનેર તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે મેર ભગવાનજીભાઈ લઘરાભાઈ નિમાયા છે તથા મહામંત્રી સરવૈયા મશરૂભાઈ મોમભાઈ, ઉપપ્રમુખ ભોરણીયા મયુરભાઈ કાનાભાઈ અને રાજગોર મોહનભાઈ માવજીભાઈ તથા મંત્રીમાં નિમાવત ભાવેશભાઈ મનસુખભાઈ, ચૌહાણ જનકબા પંથમા, ઝાપડા ખેતાભાઈ રતાભાઈ, સારદીયા મુકેશભાઈ શામજીભાઈ અને કોષધ્યક્ષ તરીકે સંઘી ગુલાબભાઈ ઉમરભાઈના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોની ભાજપ અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી વરણીને વધાવી હતી.