છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બે સ્થળોએથી 8 જુગારીઓને જુગાર રમતા પકડી પાડ્યા છે. જયારે 4 ઈસમો ફરાર થઈ જતા તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મેસરીયાથી અદેપર જતા રોડ પર ખોડીયારમાંના મંદીર સામે અદેપર ગામની સીમમાં આવેલ તળાવ કાંઠે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી સ્થળ પર જુગાર રમતા વનાભાઇ ગેલાભાઇ મેર (રહે.સતાપર તા.વાંકાનેર જી.મોરબી), સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા (રહે-અદેપર તા-વાંકાનેર જી.મોરબી) તથા મહેશભાઇ વેલજીભાઇ ડાભી (રહે-અદેપર તા-વાંકાનેર જી.મોરબી)ને પકડી પાડ્યા છે. જયારે પોલીસને આવતી જોઈ અશ્વિનભાઇ બચુભાઇ કોળી (રહે-અદેપર તા.વાંકાનેર), મુન્નાભાઇ ઉર્ફે ટીનો પાંચાભાઇ કોળી (રહે-અદેપર તા.વાંકાનેર) તથા રામજીભાઇ વિનુભાઇ કોળી (રહે-અદેપર તા.વાંકાનેર) સ્થળ પર નાશી છૂટ્યા હતા. ત્યારે પોલીસે સ્થળ પર હાજર ત્રણ લોકોની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂપીયા-૧૨,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ફરાર ત્રણ ઈસમોને વેન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે ઠીકરીયાળી ગામ નદીના પટ્ટમાં રેઈડ કરી જાહેરમાં જાહેરમાં જુગાર રમતા રતાભાઇ બાવાભાઇ ગોહીલ (રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી), રાજુભાઇ મનજીભાઇ માલકીયા (રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી), અજીતભાઇ રામકુભાઇ ખાચર (રહે-હાલ ચામુંડા નગર તા-વાંકાનેર જી.મોરબી મુળ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી), વિજયભાઇ વિનુભાઇ નાકીયા (રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી) તથા વિપુલભાઇ મનજીભાઇ માલકીયા (રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી)ને પકડી પાડી રોકડ રૂપીયા-૧૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે નરેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ (રહે-ઠીકરીયાળા તા-વાંકાનેર જી.મોરબી) નામનો શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.