સ્પા પાર્લર, પથ્થરની ખાણ, ખેત શ્રમિકો, કન્સ્ટ્રકશન સાઇટ એમ કુલ છ સ્થળોએ દરોડા પાડ્યા
વાંકાનેર તાલુકા પોલીસ અને હળવદ પોલીસે અલગ અલગ છ સ્થળોએ દરોડા પાડી પરપ્રાંતિય મજૂરો/કર્મચારીઓના નામ સરનામાં, આઈડી કાર્ડ સહિતની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં ન આપીને તેમજ ‘મોરબી એસ્સુયર્ડ’ એપ્પમાં રજિસ્ટ્રેશન ન કરતા કુલ છ આરોપીઓ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કુલ પાંચ સ્થળોએ રેઇડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી પાસે આવેલ બે ઓમ સાઈ અને સ્પર્શ સ્પા મસાજ પાર્લરમાં તપાસ હાથ ધરતા ત્યાં કામ કરતી પરપ્રાંતિય/બહારના દેશની મહિલા કર્મચારીની વિગતો મોરબી એસ્સુયર્ડ એપ્પમાં અપલોડ ન કરી તેમજ તેમના નામ સરનામાં, આઈડી કાર્ડ વિગતો સંબંધિત પોલીસ મથકમાં ન આપનાર સ્પર્શ મસાજ પાર્લર સંચાલક આરોપી ગોવિંદભાઇ ઉર્ફે મુનાભાઇ કરશનભાઇ ડાભી જાતે કોળી ઉવ.૨૮ રહે.રાજસ્થળી તા.વાંકાનેર તેમજ ઓમસાઈ સ્પાના સંચાલક આરોપી દીલીપસિંહ બહાદુરસિંહ ઝાાલા ઉવ.૩૭ રહે.હાલ- મકનસર ધર્મ મંગલ સોસાયટી મુળરહે.અમદાવાદ નીકોલ શુભમ બંગ્લોઝ એચ-૪૦૩ વાળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
જ્યારે વાંકાનેર તાલુકાના પડધરા-ભેરડા રોડ ઉપર આર.સી.પથ્થરની ખાણમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોનું મોરબી એસ્સુયર્ડ એપ્પમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર આરોપી ચોથાભાઇ લવજીભાઇ સરવારીયા જાતે-કોળી ઉવ.૩૨ રહે.ગામ.ભેરડા તા-વાંકનેરવાળા તેમજ ખેતરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની વિગતો મોરબી એસ્સુયર્ડ એપ્પમાં તેમજ પોલીસ મથકમાં નોંધ ન કરાવનાર બે ખેડૂત જેમાં પાંચદ્વારકા ગામે વડાળ નામની સીમમાં ખેતરમાં કામ કરતા મજૂરોની આરોપી ઇલ્યાસભાઇ આહમદભાઇ બાદી ઉવ-૪૨ રહે-પાંચદ્વારકા તા.વાંકાનેર તથા વાંકાનેર તાલુકાના પાજ ગામની ઉગામની સીમમાં આવેલ ખેતરના ખેડૂત આરોપી નજરૂદિનભાઇ સાજીભાઇ સીપાઇ ઉવ-૪૬ રહે-પાજ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી અટક કરવામાં આવી છે.
આ ઉપરાંત હળવદ પોલીસ દ્વારા તાલુકાના ધરતીનગર ગામે ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરતા મજૂરોની વિગતો ‘મોરબી એસ્સુયર્ડ’ માં અને પોલીસ મથકમાં રજિસ્ટ્રેશન ન કરતા દિનેશભાઇ નાગજીભાઇ પરમાર ઉવ.૪૬ રહે.સમલીરોડનવા તળાવ પાસે ચરાડવા ગામ તા. હલવાડવાળા વિરુદ્ધ કલેકટરના જાહેરનામાના ભંગ કરવા બદલ અટક કરી ગુનો નોંધવામાં આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવાના આવી છે.