મોરબીમાં અવાર નવાર ગાંજા જેવા માદક પદાર્થ વેંચતા ઈસમો પોલીસના હાથે ઝડપાય છે.જ્યારે આ વખતે વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી એસઓજી ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગાંજો ઉગાડનાર ઈસમને અધધ…૬૩ કિલો લીલા ગાંજાના છોડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી એસઓજીને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, તરકીયા ગામનીસીમમાં ઢોરાવાળી વાડીમાં ભીખુભાઇ પોલાભાઇ ડાભીની કબ્જા ભોગવટાવાળી વાડીના સેઢે તથા પોતાની રહેણાંક ઓરડીની દક્ષીણ દિવાલની બાજુમાં ભીખુભાઇએ ખેતરમાં ખેતીના પાકની આડમાં લીલા ગાંજાનું વાવેતર કરેલું છે. આથી વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી એસ.ઓ.જી. પોલીસે સંયુક્ત રેડ કરી સ્થળ પરથી ગેરકાયદેસર રીતે કરાયેલ વનસ્પતી જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ૩૨૬ છોડનું વાવેતર જેનું વજન ૬૩ કિલો ૪૫૦ ગ્રામ તે રૂ.૬,૩૪,૫૦૦/- ના મુદામાલને કબ્જે કરી પોલીસે ભીખુભાઇ પોલાભાઇ ડાભી નામના ઈસમની અટકાયત કરી છે.