Friday, August 1, 2025
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસનો સપાટો: પરપ્રાંતિય મજૂરોનું મોરબી એસ્યુર્ડ એપમાં નોંધણી ન કરનાર...

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો: પરપ્રાંતિય મજૂરોનું મોરબી એસ્યુર્ડ એપમાં નોંધણી ન કરનાર છ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી.

મોરબી કલેક્ટરના જાહેરનામાની અવગણના, નોંધણી નહીં કરાવનાર લેબર કોન્ટ્રાક્ટરો સામે પગલાં.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે મોરબી જીલ્લા કલેક્ટરના જાહેરનામાને પગલે વિવિધ કારખાનાઓમાં ચેકિંગ દરમ્યાન એવા પરપ્રાંતિય મજૂરો મળી આવ્યા હતા, જેમની એસસ્યુર્ડ એપમાં નોંધણી કરાવાઈ ન હતી કે ઓળખના પુરાવા રાખવામાં આવેલા ન હતા. આ કારણે કુલ છ કેસમાં લેબર કોન્ટ્રાક્ટરો તથા કારખાનાના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જીલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને પરપ્રાંતિય મજૂરો માટે ફરજિયાત રીતે “મોરબી એસસ્યુર્ડ એપ” પર નોંધણી કરાવવી તેમજ તેમની ઓળખ અંગે માહિતી પોલીસ મથકે આપવી ફરજીયાત કરી છે. જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સ્થાનિક કારખાનાઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે કલર ગ્રેનાઈટો કારખાનામાં આરોપી કપીલકકુમાર હસમુખભાઇ પંડયા તથા આરોપી સાંજસમીર સુધાકરભાઇ પ્રધાન જ્યારે મેસરીયા ગામે સ્ટારપેક ઓવરસીઝ કારખાનામાં આરોપી સિકંદરભાઇ મહમદખાન મકરાણી તથા ઢુંવા ચોકડી જિક બે કારખાના જેમાં નકલંક મિનરલ કારખાનામાં આરોપી ભાવેશભાઈ મનસુખભાઈ કગથરાઅને તેજ એન્જીનીયરીંગ કારખાનામાં આરોપી અંગદસીંહ શ્રીક્રીપાલસિંહ ક્ષત્રીય આ સિવાય ઢુંવા માટેલ રોડ ઉપર અંજની માઇક્રોન કારખાનામાં આરોપી મુસ્તાકભાઇ અલીભાઇ સીપાઇ એમ કુલ છ જેટલાં કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટરો તથા માલિકો દ્વારા પરપ્રાંતિય મજૂરોના કોઈ પણ પ્રકારના ઓળખ માટેના દસ્તાવેજો તથા તેઓની મોરબી એસ્યુર્ડ એપમાં નોંધણી પણ ન હતી કરાવાઈ. જેના આધારે તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ ૨૨૩ હેઠળ ગુના નોંધી તપાસ આગળ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!