Sunday, May 4, 2025
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસે દારૂના ગુન્હાના આરોપીની પાસા વોરંટ હેઠળ અટકાયત કરી વડોદરા...

વાંકાનેર તાલુકા પોલીસે દારૂના ગુન્હાના આરોપીની પાસા વોરંટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો

વાંકાનેર તાલુકા પોલીસે ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજસ્ટ્રેટને મોકલતા મંજૂર કરતાં ઈસમની વાંકાનેર બાઉન્ટ્રીએથી અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપતા I/C વી.બી.દલવાડી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેથી સર્વેલન્સ સ્ટાફ સાથે વાંકાનેર બાઉન્ટ્રી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને ખાનગી બાતમી મળી કે પાસા વોરંટ વાળો ઈસમ વાંકાનેર બાઉન્ટ્રીએથી નીકળનાર છે. જેથી ઈસમની વોચમાં રહેતા વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા ઇસમને ગઈ કાલ તા.૦૨/૦૫/૨૦૨૫ ના રોજ અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

જેમાં પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.ખરાડી તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ ચમનભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, અશ્વિનકુમાર રંગાણી, સામતભાઈ છુછીયા, દિવ્યરાજસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીચા, રાજેશભાઈ પલાણી, શકતિસિંહ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!